નેવી-વીકની ઉજવણીનાં ભાગરૂપે નૌકાદળનાં યુદ્ધ-જહાજો સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે તા.26મી અને 27મી નવેમ્બરે ખુલ્લા મૂકાશે. દક્ષિણ મુંબઇનાં બેલાર્ડ-પિયર ખાતે લાંગરેલા યુદ્ધ-જહાજોની વિદ્યાર્થીઓ મુલાકાત લઇ શકશે. નેવીનાં અધિકારીઓ તેમને શસ્ત્ર-સરંજામ અને જુદા-જુદા પ્રકારનાં યુદ્ધ -જહાજો વિશે જાણકારી આપશે. નેવલ ડોક્યાર્ડની જેટ્ટી ઉપર શસ્ત્રો પ્રદર્શિત કરવામાં આવશે. દરમિયાન નેવલ ડોક્યાર્ડમાં 100 ફૂટ ઊંચા ધ્વજસ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. વેસ્ટર્ન નેવલ કમાન્ડનાં વડા વાઇસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહનાં હસ્તે આ ત્રિરંગો લહેરાવામાં આવ્યો હતો. 100 ફૂટની ઉંચાઇએ લહેરાતો રાષ્ટ્રધ્વજ ઠેઠ ગેટવે ઓફ ઇન્ડિયાથી સ્પષ્ટ જોઇ શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application