Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડભોલીના નટવરભાઈ આંબલીયા કોરોના સામે જીત્યા જંગ

  • August 30, 2020 

કોરોના વાયરસ મોટી ઉમરના વૃદ્ધો જેમાં ખાસ કરીને ૫૦ વર્ષથી વધુ વય ધરાવતાં વડીલો પર વધુ અસર કરે છે પરંતુ સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારી સારવારના પરિણામે કોરોનાગ્રસ્ત વડીલો પણ સ્વસ્થ થયા છે, જે સુરતના કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા ૫૪ વર્ષીય નટવરભાઈ આંબલીયાને જોઈને કહી શકાય.


નટવરભાઈ આંબલીયા કોરોના પોઝિટિવ આવતાં તા.૨૯ જુને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની નટવરભાઈનો પરિવાર સુરતના ડભોલી વિસ્તારના સુમન શ્રેષ્ઠ આવાસમાં રહે છે. નટવરભાઈની સારવાર અને સ્વસ્થ કરવામાં મહત્વનું યોગદાન આપનાર ડો. હરદિપ મનિયાર જણાવે છે કે, ‘નટવરભાઈ જ્યારે દાખલ થયા ત્યારે હાલત અતિ ગંભીર હતી, અને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ થતી હતી.

 

તેમને ઓક્સિજન પર ૨૨ દિવસ સુધી રાખવામાં આવ્યા હતા. સ્મીમેરના ડોક્ટર્સની કાળજીભરી સારવારથી કોમોર્બીડ સ્થિતિ હોવા છતાં તબિયતમાં ઘણો સુધારો આવ્યો હતો. તેમને ૩ જુલાઈના રોજ કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.૨૫ જુલાઈના રોજ એમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા કિરણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

 

ડો.હરદિપ વધુમાં જણાવે છે કે, નટવરભાઈની ઝડપથી રિકવરી આવવાના કારણે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફમાં પણ આનંદ છે. છેલ્લા ઘણાં સમયમાં કોરોનાની મહામારી વચ્ચે નટવરભાઈ જેવા કેટલાંય દર્દીઓ સ્વસ્થ થઇ સુખરૂપ ઘરે ગયા છે. 

 


નટવરભાઈના દીકરા શૈલેશભાઈ આંબલીયાએ જણાવ્યું કે, ‘૨૯ જુને મારા પિતાની તબિયત બગડતાં સ્મિમેર હોસ્પિટલમાં આરોગ્ય તપાસ કરાવી હતી, જ્યાં ડોકટરે કોરોનાના લક્ષણ અને ઓક્સિજન લેવલ ઓછુ હોવાનું જણાતાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

જ્યાં ફરજ પર રહેલા ડોકટરોએ તેમની ગંભીર હાલત જોતાં તાત્કાલિક ઓક્સિજન પર રાખ્યાં હતાશૈલેશભાઈ કહે છે કે, મારા પિતાના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના પણ કરતા હતા અને મારા પિતાને જીવનદાન મળ્યું. મારા પિતા સ્વસ્થ થયા ત્યારે અમને સ્મીમેરના ડોકટરોમાં અમને ઈશ્વરનું રૂપ જોવા મળ્યું. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોના અથાગ પ્રયાસોથી અમારા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. જેઓ કોઈ પણ સ્વાર્થ વિના નાતજાત, ધર્મના ભેદ વિના દિન-રાત ખડેપગે રહીને દર્દીઓને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application