Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા 3જી નવેમ્બરથી રાષ્ટ્રીય લેવલનો શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ હાથ ધરાશે

  • November 02, 2023 

માહિતી વિભાગ, ડાંગ : ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા તારીખ 3 નવેમ્બર ૨૦૨૪ના રોજ સમગ્ર રાષ્ટ્રમા શૈક્ષણિક સિદ્ધિ માપન અંગેનો એક શૈક્ષણિક સર્વે એકી સાથે, અને એક જ સમયે યોજાનાર છે. આ સર્વે દેશનો શિક્ષણ વિભાગનો સૌથી મોટો શૈક્ષણિક સર્વે હશે. જેમા ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં પણ આ સર્વે થનાર છે. ગુજરાતમા સ્ટેટ એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે ધોરણ-૩, ૬ અને ૯ના બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટેનો આ પ્રયાસ છે. આ શૈક્ષણિક સિદ્ધિના આધારે ભવિષ્યની શિક્ષણની રણનીતિ નક્કી થશે.



આ માટે ડાંગ જિલ્લાની ૫૪ જેટલી માધ્યમિક શાળાઓ, અને પ્રાથમિક વિભાગની ૮૯ જેટલી શાળાઓમાથી ૪૨૯૦ જેટલા બાળકો ભાગ લેશે. સર્વે અંતર્ગત ધોરણ-૩મા ભાષા, ગણિત, અને પર્યાવરણ વિષય આધારિત ૬૦ મિનિટની એક કસોટી હશે. જ્યારે ધોરણ-૬ના બાળકો માટે ૭૫ મિનિટ, અને ધોરણ-૯ના બાળકો માટે ૯૦ મિનિટની ભાષા, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, તથા સામાજિક વિજ્ઞાન વિષય આધારિત કસોટી હશે. તદુપરાંત શાળાનું ભૌતિક સંશાધન અને તેનું ઉપયોજન સંદર્ભે પ્રશ્નાવલી શાળાના આચાર્યશ્રી ભરશે. ભાષા અને ગણિત વિષય ભણાવવા શિક્ષકો વિષય આધારિત પ્રશ્નાવલી પણ ભરશે. આ સર્વેક્ષણ માટે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે ડાયટના ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓ, અને એસ.એસ.માહલા કોલેજના તાલીમાર્થીઓ સેવા આપશે. સદર સર્વેક્ષણ અંગે આ તમામ ફિલ્ડ ઇન્વેસ્ટિગેટરને તાલીમબદ્ધ પણ કરવામા આવ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application