સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવા તેમજ રમત ગમત સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વિભાગ ગાંધીનગર સંચાલિત સરકારી જિલ્લા પુસ્તકાલય આહવા ડાંગ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણીના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રંસગે વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી તેમજ ડાંગ જિલ્લા ધારાસભ્ય દ્વાર સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવા વિદ્યાર્થીઓને ઉત્સાહી બની આગળ વધવાનો સંદેશો પાઠવ્યો હતો.
સરકારી કોલેજમાં મુખ્ય વક્તા અને પ્રાથમિક શાળા-ટાકલીપાડાના મુખ્ય શિક્ષક સુભાષભાઈ ભોયે એ વિરલ વિભૂતિ સ્વામી વિવેકાનંદના આદર્શ, વિચારો, સૂત્રો, સરિતા ગાયકવાડનાં સંઘર્ષોમાંથી મેળવેલી સફળતા દ્વારા યુવાશક્તિ જ ભારતની ઓળખ છે, એના વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. પ્રા. સુરેશભાઈ બાગુલે સ્વામી વિવેકાનંદના જીવન અને વ્યક્તિત્વ વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
આચાર્ય અને કાર્યક્રમનાં અધ્યક્ષ ડૉ.ઉત્તમભાઈ ગાંગુર્ડે દ્વારા યુવાઓ માટે પ્રેરણાત્મક દ્રષ્ટિ અને શક્તિ સ્વામી વિવેકાનંદ જ છે, અને ધ્યાની થઈને અભ્યાસી બનાવની અસરકારક માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. ડાંગ જિલ્લા પુસ્તકાલય કચેરી ખાતે સ્વામી વિવેકાનંદની 160મી જન્મ જયંતી નિમિત્તે સ્વામી વિવેકાનંદના સમગ્ર પુસ્તકો, સ્પર્ધાત્મક સાહિત્યના પરીક્ષાલક્ષી તથા આઝાદીના લગતા અનેક વિધ પુસ્તકોનુ પ્રદર્શન ગોઠવવામા આવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500