Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં નેશનલ વેબીનાર યોજાયો

  • February 09, 2021 

ડાંગ જીલ્લાની એક માત્ર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં “Voices of the Oppressed” વિષય પર રાષ્ટ્રીય વેબીનાર તા.૦૭/૦૨/૨૦૨૧નાં રોજ ઓનલાઈન પ્લેટફોર્મ પર યોજાયો. જેમાં રિસોર્સ પર્સન તરીકે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સીટીનાં ડીન ડૉ.અતન ભટ્ટાચાર્ય, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના અંગ્રેજી વિભાગના પ્રોફેસેર ડૉ.મહેશ કે. ડે. અને મહારાષ્ટ્ર રાજ્યના ડૉ. બાબા સાહેબ આંબેડકર મરાઠવાડ યુનિવર્સીટીનાં પ્રો.ડૉ. કાશીનાથ રણવીર પ્રસોગોચિત પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગ પ્રો.એસ.જી.બાગુલ કર્યું હતું. કોલેજનાં આચાર્યશ્રી ડૉ.યુ. કે. ગાંગુર્ડેએ મેહમાનો નું સ્વાગત પ્રવચન કર્યું હતું. ડૉ. એસ.એમ. મસ્કેએ મેહમાનોનો પરિચય કરાવ્યો હતો અને પ્રો.આશિષ કે. ગામીતે આભાર વિધી કરી હતી.

 

 

 

સમગ્ર ભારતમાં ૨૫ જેટલા રીસર્ચ સ્કોલર એ પેપર રજુ કરી વાંચન કર્યું હતું. પેપર રજુ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી રાજ્યોથી ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા. આ વેબીનાર અંગ્રેજી વિભાગ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર કોલેજ ઈતિહાસમાં પ્રથમવાર કરવામાં આવ્યો હતો.(વનરાજ પવાર દ્વારા આહવા ડાંગ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application