મહારાષ્ટ્રની તમામ બોર્ડની સ્કૂલો અને જૂનિયર કોલેજોમાં આગામી તા.25મી જાન્યુઆરીથી રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવવાની સૂચના સ્કૂલ શિક્ષણ વિભાગે આપી છે. જેમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને મતદાન વિશે જાગૃત કરવા અને મતદાર યાદીમાં નામ ઉમેરવા પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય મતદાર દિન દર વર્ષે ઉજવવો અનિવાર્ય હોવાનું શિક્ષણ વિભાગે પરિપત્રકમાં કહ્યું છે. જેથી સ્કૂલો અને જૂનિયર કોલેજો આ નિમિત્તે નિબંધ, વક્તૃત્વ, બ્રિદવાક્યો, રંગોળી, ચિત્રકલા, પોસ્ટર મેકિંગ, રીલ, મીમ, ગીતગાયન-લેખન જેવી સ્પર્ધાઓનું આયોજન કરી શકે છે. ઉપરાંત મતાધિકાર, લોકશાહી જેવા વિષયો પર પરિસંવાદ, વ્યાખ્યાન વગેરેનું પણ આયોજન કરી મતદાર દિનની ઉજવણી કરી શકાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500