Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદાના કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થશે

  • October 09, 2021 

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે તા.31મી ઓક્ટોબરના રોજ  નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થનાર છે. આ ઉજવણી માટે થઇ રહેલી તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા ભારત સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ કેવડિયા ખાતે કરી હતી. કેવડિયા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ સમીક્ષા બેઠકમા કેન્દ્રીય ગૃહ સચિવે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી અને આયોજન અંગે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.

 

 

 

 

 

વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કેવડિયા ખાતે થનાર આ ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ રાષ્ટ્રીય એકતા પરેડ સંદર્ભે રાજ્યમાં થઇ રહેલી તૈયારી અંગે માહિતી આપી હતી, ત્યારબાદ એડિશનલ ડીજીપી રાજુ ભાર્ગવે રાષ્ટ્રીય એકતા પરેડમાં જે લોકો સહભાગી થવાના છે એની વિસ્તૃત વિગતો આપતું પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી આપી હતી. જ્યારે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે સુચારૂ રીતે વ્યવસ્થાપન અને જરૂરી વિગતો આપતુ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. જિલ્લા પોલીસ વડા હિમકરસિહે આ ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત પાર્કિગ અને અન્ય વ્યવસ્થા માટેની વિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application