નર્મદા જિલ્લા પંચાયત સંચાલિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમયાંતરે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ તેમજ Integrated Disease Surveillance Programme અંતર્ગત Integrated Health Platformની ડિસ્ટ્રીક્ટ લેવલ કમિટીની બેઠક મળી હતી.
આ બેઠકમાં પાણી જન્ય રોગોની સમીક્ષા, જંતુવાહક રોગોની સમીક્ષા નગરપાલીકા વિસ્તારમાં કલોરીનેશન કામગીરીની સમીક્ષા પીવાના પાણીના સેમ્પલ બેકટ્રોલોજીકર ચકાચણી અંગેની ચર્ચા તથા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા તથા પાણી પુરવઠા દ્વારા અપાતા પીવાના પાણી અને વાસ્મો દ્વારા ગ્રામ સમિતિઓ દ્વારા કલોરીલેશનની કામગીરી, ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઇન લિકેજ-વાલ્વ લિકેજ બાબતોની બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ સબંધિત વિભાગોને આ અંગેની કામગીરીને પ્રાથમિકતા આપી પુરતુ ધ્યાન રાખવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. તદ-ઉપરાંત પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા, ઝુનોટીક ડીસીઝ, ફુડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી, કલાઇમેન્ટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે-સાથે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અને લોક જાગૃતિ કેળવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500