Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીના દેવગઢ ખાતે નેહરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી કરાઈ

  • August 30, 2023 

કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા માંડવી તાલુકાના દેવગઢ ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. જેમાં ૨૦૦થી વધુ યુવાઓને મેજર ધ્યાનચંદજીની સિદ્ધિઓ અને વિવિધ રમતો સંબંધિત જાણકારી અપાઈ હતી. જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ યુવાઓને કબડ્ડી, વોલિબોલ, રસ્સાખેંચ, દોરડાકુદ જેવી રમતો રમાડી વિજેતા ટીમને ટ્રોફી તેમજ વિવિધ ઈનામ દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે જ રમતોના માધ્યમથી યુવાઓને માનસિક અને શારીરિક સર્વાંગી વિકાસ માટે ખેલકૂદ અને વ્યાયામનું મહત્વ સમજાવી તેને દૈનિક જીવનનો ભાગ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચશ્રી, શાળાના પ્રિન્સીપાલશ્રી જ્હોન ક્રિશ્ચયન, યુવા મંડળના પ્રમુખશ્રી ધર્મેશ ચૌધરી, નેહરૂ યુવા કેન્દ્ર-સુરતના સ્વયંસેવક નિખિલ ભુવા ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application