યુવાનોને રમત-ગમત ક્ષેત્રે આગળ વધારવાના ઉમદા આશય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સરાહનીય અને સફળ પ્રયાસો હાથ ધરાયા છે. દેશમાં રમત ક્ષેત્રે ભારતને ગૌરવ અપાવનાર એવા હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગષ્ટ ૧૯૦૫માં અલાહાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનું નામ રોશન કર્યુ હતુ.
તેમના જન્મદિવસને “નેશનલ સ્પોર્ટસ ડે” તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ(DLSS) તાપી દ્વારા "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉજવણીને સફળ બનાવ્યો હતો. તાપી જિલ્લામાં યુવાનો-રમતવીરોમાં ખેલભાવના કેળવવા તેમજ પ્રોત્સાહિત કરવાના ઉમદા આશય સાથે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application