Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા તાલુકામાં આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરાઇ

  • April 13, 2023 

ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ તેમજ આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ વિભાગ સાથે સહભાગિતા અને સંકલન સાથે "આરોગ્ય" કાર્યક્રમ અંતર્ગત આહવા તાલુકામા રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરવામા આવી હતી. તા.11 એપ્રિલના રોજ કસ્તુરબા ગાંધીની વર્ષગાંઠ ઉજવવામા આવે છે. તેથી આ દિવસને રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ તરીકે જાહેર કરવામા આવ્યો છે. જેનો ઉદ્દેશ્ય મહિલાઓને યોગ્ય આરોગ્ય સંભાળ અને પ્રસુતિ સુવિધા વિશે જાગૃતિ લાવવી, તેમજ દર વર્ષે સ્ત્રીઓ અને બાળકોની પ્રગતિ માટે ઝુંબેશ હાથ ધરવાનો છે.






ગર્ભાવસ્થા અને બાળજન્મ, સલામત અને સ્વસ્થ રહેવાની જરૂરી સંભાળ તમામ મહિલાઓને મળે તે સુનશ્ચિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામા આવે છે. ચેતના સંસ્થા દ્વારા આયોજિત "આરોગ્ય" કાર્યક્ર્મ ડાંગ જિલ્લા આયુષ મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓ દ્વારા સલામત બાળ જન્મ માટેની યાત્રા વિષે સમજ આપવામા આવી. સાથે સગર્ભાવસ્થા દરમિયાન 1 થી 9 મહિના સુધી દેખરેખ, સંભાળ અને સગર્ભા અવસ્થા દરમિયાન આરોગ્ય તપાસ, અને દરેક તપાસનુ મહત્વ વિષે સગર્ભા મહિલાઓને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application