તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાંસકુઈ, ડુંગરગામ અને મેઘપુર, વાલોડના દેગામા, ડોલવણના પિપલવાડા, સોનગઢ તાલુકાના બોરદા, ઓટા, વડપાડા ટોકરવા, ઝરાલી, સિસોર, ડોસવાડા તેમજ નિઝર તાલુકાના ભીલજાંબલી ગામ સહિત વિવિધ ગામોમાં તા.24/04/2022ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે ઉપરોક્ત તમામ ગામોમાં ગ્રામસભા (સ્વચ્છતા સંવાદ)નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સરપંચશ્રી દ્વારા ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભો, કામગીરી અને સ્વચ્છતા સંદર્ભે જાગૃત કરવામાં આવ્યા હતા. ગ્રામસભામાં ગ્રામજનોને ઘન કચરા વ્યવસ્થાપન સહિત યોજનાના વિવિધ ઘટકોથી માહિતગાર કરી સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ગામમાં નિર્મિત તમામ સ્વચ્છતાલક્ષી સુવિધાઓનો નિયમિત અને અસરકારક ઉપયોગ અને જાળવણી કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા સંવાદ બાદ ગ્રામસભામાં ઉપસ્થિત તમામ સભ્યોએ સ્વચ્છતાની પ્રતિજ્ઞા કરી હતી કે તેઓ અન્ય ગ્રામજનોને પણ સ્વચ્છતાને ટકાવી રાખવા માટે પોતે જાગૃતિ ફેલાવશે અને ગામને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500