રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા HelpAge India દ્વારા રાજ્યના વરિષ્ઠ નાગરિકોની સહાનભૂતિપૂર્વકની સેવા તેમના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે સુવિધા તમામ માહિતી અને મદદ માટેની હેલ્પલાઇન “નેશનલ હેલ્પલાઇન ફોર સિનિયર સિટીઝન”-“એલ્ડરલાઇન” ટોલ ફ્રી નંબર-૧૪૫૬૭ શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન દ્વારા વરિષ્ઠ નાગરિકો વિવિધ યોજનાકિય લાભો, ભાવનાત્મક ટેકો, માર્ગદર્શન અને માહિતી મેળવી શકશે.
જેમાં યોજનાકીય લાભો અંતર્ગત વયસ્કો માટેની વિવિધ યોજનાઓ હેઠળ મળતા લાભોનું માર્ગદર્શન, ભાવનાત્મક ટેકો અંતર્ગત પીડિત, ગુમ થયેલા, ત્યજી દેવાયેલા વૃધ્ધોની સંભાળ ઘરવિહોણા અને વરિષ્ઠ નાગરિકોના બચાવની કામગીરીનું સંકલન, આ ઉપરાંત કાનૂની સલાહ તથા વૃદ્ધોની સમસ્યાઓનું નિરાકરણ અને માર્ગદર્શન તથા વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય જાગૃતિ, નિદાન, સારવાર, વૃદ્ધાશ્રમ, ડે કેર સેન્ટર જેવી માહિતી દ૨રોજ સવારે ૦૮-૦૦ વાગ્યાથી રાત્રે ૦૮-૦૦ વાગ્યા સુધી હેલ્પલાઇન ઉપરથી મેળવી શકાશે.
તાપી જિલ્લામાં જો કોઇ નિરાધાર વયોવૃધ્ધ જણાય તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ૨૪×૭ એલ્ડર હેલ્પલાઇન-૧૪૫૬૭નો સંપર્ક કરી જરૂરી સહાય મેળવી શકાશે. આ હેલ્પલાઈન દ્વારા વૃધ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ, કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન: સ્થાપનની કામગીરી કરવામાં આવે છે. જેને ધ્યાને લઇ આવી કોઈ જરૂરીયાત ઉભી થાય તો તેમાં સહાય પુરી પડાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500