Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પર્યાવરણનાં નિયમોનો ભંગ કરવા બદલ કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો

  • December 22, 2023 

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ વર્ષ 2022-23માં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય પર્યાવરણના નિયમોનો ભંગ કરવા બદલ કુલ 79,098 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે તેમ કેન્દ્ર સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અશ્વિનીકુમાર ચૌબેએ આપેલા આંકડા અનુસાર 79,098 કરોડ રૂપિયાના કુલ દંડ પૈકી તમિલનાડુને સૌથી વધુ 15,419 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.



ત્યારબાદ મહારાષ્ટ્રને 12,000 કરોડ રૂપિયા અને મધ્ય પ્રદેશને 9,688 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સ, 2016 અને અન્ય પર્યાવરણીય નિયમોના ભંગ બદલ એનજીટીએ ઉત્તરપ્રદેશને 5 હજાર કરોડ રૂપિયા, બિહારને 4 હજાર કરોડ રૂપિયા, તેલંગણાને 3,800 કરોડ રૂપિયા, પશ્ચિમ બંગાળને 3,500 કરોડ રૂપિયા, કર્ણાટકને 3,400 કરોડ રૂપિયા અને દિલ્હીને 3,132 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) નેશનલ વોટર ક્વાલિટી મોનિટરિંગ પ્રોગ્રામ (NWMP) હેઠળ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 4,703 સ્થળોએ પાણીની ગુણવત્તાની સમીક્ષા કરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application