વ્યારાનાં તાડકુવા ખાતેની સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા અને HMAI વ્યારા યુનિટ દ્વારા તારીખ 01/07/2023નાં રોજ ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી અને સ્વ.વિરલભાઈ પુરોહિતને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડો.સ્વપ્નીલ ખેંગારે કોલેજનાં તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સિપલ મેડમે દીપ પ્રગટાવી માતા સરસ્વતીજી અને ડો.સેમ્યુઅલ હેનેમેનને પુષ્પો અર્પણ કર્યા હતા. તેમજ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને હેનેમેનિયન શપથ લીધા હતા. આચાર્ય ડો.જ્યોતિ રાવે ‘ડોક્ટર ડે’ નિમિત્તે વકતવ્ય આપ્યું હતું અને શુભેચ્છાઓ આપી હતી. આમ, સંસ્થાએ કોલેજ, હોસ્પિટલના તમામ ડોક્ટરનું સન્માન કર્યું હતું અને નેચરોપેથી તેમજ બધા ડોક્ટર માટે ભેટ સાથે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આચાર્ય ડો.જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડો.સ્વપ્નીલ ખેંગાર અને પ્રવૃત્તિ સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application