નાંદોદ તાલુકાના સણાદ્રા ગામ અને તેની આજુબાજુના ગામોમાંથી મહિલા બચત તથા બેંકના લોનના હપ્તા ઉઘરાવી ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કામ કરતી મહિલા કર્મચારી યશોદા પરમાર (ઉ.વ32) ને જૂનાઘાટા જવાના ત્રણ રસ્તા નજીક ત્રણ શખ્સો એ લાકડી બતાવી ઉભી રાખી મારમારી તેની પાસેની એક સ્કૂલ બેગ કે જેમાં રોકડ 1,54,848 તથા બેન્કના કાગળો તથા ટેબ્લેટ મોબાઇલ તથા બેન્ક ઓફ બરોડાની પાસ બુકની લુંટ કરી નાશી ગયા હતા. બનાવ અંગે કેશ આમલેથા પોલીસ મથકે ગુનો નોંધાવતા પીએસઆઇએ તપાસ શરૂ કરી હતી.
જોકે, એલસીબી પોલીસ સ્ટાફના પોલીસ માણસોને હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નીકલ સર્વેલન્સ આધારે મળેલ બાતમીના આધારે ગણતરીની મિનિટોમાં પોલીસે આ લૂંટના આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં સણાંદ્રા ગામનો અને હાલ પ્રતાપનગર ગામે રહેતો કાંતિ દાવનજી વસાવાએ આ લૂંટ કરેલ હોવાની હકીકત મળતા જેની શોધખોળ કરતા એલસીબીની ટીમને તેની મોટરસાયકલ પ્રતાપનગર ગામ પાસે આવેલ ખેતરમાં મળી આવતાં પોલીસે પીછો કરી તપાસ કરી ત્યારે કાંતિભાઇ વસાવા તેની સાથેના દિપક ઉર્ફે કાલુ સોમા વસાવા તથા જગદિશ ઉર્ફે ભુવો ભુલા વસાવા સાથે મળી આવતા તેઓની પાસેથી રૂપિયા 1,52,200/- રોકડા મળી આવતાં પોલીસે ગણતરીની મિનિટોમાં આ કેશ ઉકેલ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500