Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નરોડા હત્યાકાંડ કેસ : હિંસામાં ૧૧ લોકોને જીવતા સળગાવી દેવાયા હતા, તમામ આરોપીઓ નિર્દોષ જાહેર....

  • April 21, 2023 

વર્ષ ૨૦૦૨માં રાજ્યમાં થયેલા ગોધરાકાંડ બાદ થયેલા નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. ગોધરાકાંડ બાદ અમદાવાદના નરોડા ગામમાં ફાટી નીકળેલી હિંસામાં ૧૧ લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં પોલીસે તબક્કાવાર ૮૬ લોકોને પકડ્યા હતા. જજ સુભદા બક્ષીએ આ કેસમાં ૮૬ આરોપીઓ સામે ચુકાદો સંભળાવ્યો છે. ૨૧ વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે.


આ કેસનો ચુકાદો ઘટનાના ૨૧ વર્ષ બાદ આવ્યો છે ત્યારે આ કેસ ઉપર પણ નજર ફેરવવી જરૂરી છે. ગોધરાકાંડના બીજે દિવસે ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨માં નરોડા ગામ વિસ્તારમાં સવારે ૧૦ વાગે છૂટો છવાયો પથ્થરમારો થયો હતો. બપોરે ૧૨ વાગ્યાની આસપાસ આગ લાગવાના બનાવો બન્યા હતા. અને રાત સુધી સમગ્ર હત્યાકાંડની અંજામ આપવામાં આવ્યો હતો. સમગ્ર હત્યાકાંડમાં ૧૧  લોકોના મોત થયા હતા, જેમાં ચાર મહિલાઓ હતી.


આ કેસમાં કુલ ૮૬ આરોપી છે, જેમાંથી એક આરોપી પ્રદીપ ઉર્ફે બેંકર કાંતિલાલ સંઘવી જેને સમરી ભરી બિનતોહમતદાર મુક્ત કરવામાં આવ્યો છે. આ કેસની ટ્રાયલ દરમ્યાન ૧૪ આરોપીઓ મૃત્યુ પામ્યા છે. આ કેસમાં કુલ ૨૫૮ સાક્ષીઓ હતા જેમાંથી ૧૮૭ સાક્ષીઓના નિવેદનના આધારે કેસની ટ્રાયલ ચલાવામાં આવી જયારે બચાવ પક્ષે ૫૮ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.આ કેસની ફરિયાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ ના દિવસે નોંધવામાં આવી. પોલીસે ઘટના સ્થળ પરથી ત્યારે ૨૮ લોકોની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ પાછળથી નામ ઉમેરાતા આ કેસમાં આરોપીઓનો આંકડો ૮૬ એ પહોંચ્યો હતો.


આ કેસમાં ૨૬ ઓગસ્ટ ૨૦૦૮માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસ.આઇ.ટી ની રચના કરવામાં આવી, જેમાં સીટના અધ્યક્ષ આર કે રાઘવન હતા. સીટ દ્વારા આ કેસમાં તત્કાલીન ધારાસભ્ય ડો.માયા કોડનાની, જયદીપ પટેલ, બાબુ બજરંગી ની ધરપકડ કરી ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ કેસમાં અત્યાર સુધી 8 જેટલી ચાર્જશીટ થઈ છે, જે હજારો પાનાંની હતી.આ કેસમાં ૫ જજ બદલાઈ ચૂક્યા છે સૌથી પહેલા જજ જેમની સામે આ કેસની સુનવણી શરૂ થઈ તે હતા.  એસ એચ વોરા જે હાલ હાઇકોર્ટના જ છે ત્યારબાદ ડોક્ટર જ્યોત્સના યાજ્ઞિક પીબી દેસાઈ સહિતના જજ સમક્ષ આ કેસની સુનવણી થઈ છે. આ કેસમાં જજ પીવી દેસાઈએ પ્રથમ વખત વર્ષ ૨૦૧૭માં ઘટના સ્થળની ૩૦મિનિટ મુલાકાત લીધી હતી. ત્યારબાદ આ કેસના હાલના જજ સુબદા બક્ષીએ ફરી થોડા સમય પહેલા જ સ્થળ તપાસ કરી હતી.


આરોપીઓના નામ, જેમની સામે કેસ ચાલ્યો

૧. સમીર હરામુખભાઇ પટેલ

૨. ખુશાલ પુંજાજી સોલંકી

3. ઉકાજી ઉર્ફે બચજી બબાજી ઠાકોર (માંક-૧ નીચેના હુકમ ગજબ કેરા એબેટ) ..મૃત્યુ પામેલ

૪  દિનેશકુમાર ઉકાજી ઉર્ફે બચુભાઇ ઠાકોર

૫. બળદેવભાઈ પ્રહલાદભાઈ ઠાકોર

૬. ચંદન ગાંડાજી ઠાકોર...મૃત્યુ પામેલા

૭. અજય રમણલાલ ખતરા ધોબી

૮. સુનીલ ઉર્ફે ચંકી ગોપાલભાઇ નાયર

૯. દિનેશકમાર રમણલાલ પટેલ...મૃત્યુ પામેલ

૧૦. નવીનભાઈ પ્રવિણભાઈ કડીયા

૧૧. રામસિંગ ગાંડાજી ઠાકોર...મૃત્યુ પામેલ

૧૨. ભરત શમસિંગ ઠાકોર

૧૩. નરેશ ઉર્ફે વિજયો બાબુભાઇ મકવાણા દરજી...મૃત્યુ પામેલ

૧૪. રીતેષ ઉર્ફે પોંચીયાદાદા બાબુભાઇ વ્યારા

૧૫. અજય ઉર્ફે અજયો બચુભાઈ ઠાકોર

૧૬. રમણભાઇ પ્રહલાદભાઈ ઠાકોર

૧૭, નગીન પ્રતાપભાઇ ઠાકોર

૧૮. ગનુભાઈ પુનાભાઈ ઠાકોર ૧૯. રમેશભાઈ ભલાભાઈ ઠાકોર

૨૦. કિસન ખુબચંદ કોરાણી

૨૧. રાજકુમાર ઉર્ફે રાજગોપીમલ ચોમલ

૨૨. પર્મેન્દ્રસિંહ ઉર્ફે પી.જે. જશવંતસિંહ રાજપૂત

૨૩. બાબુ ઉર્ફે બાબુ બજરંગી રાજાભાઈ પટેલ

૨૪. રાજેશ ઉર્ફે રાજ ઉર્ફે કબુતર મોહનલાલ પરમાર

૨૫. મિતેષ ગીરીશભાઇ ઠકક૨

ર૬. વિનોદ ઉર્ફે વિન્ હેલરામ ચેતવાણી

૨૭. હરેશ પરશરામ રોહેરા...મૃત્યુ પામેલ

૨૮. પ્રદિપભાઇ ઉર્ફે એન્કર કાન્તીલાલ સંઘવી (આંક-૨૮ના હુકમ મુજબ બિનતહોમત મુક્ત)

૨૯. વલ્લભભાઈ કહેરભાઈ પટેલ

૩૦. વિષ્ણુજી પોપટજી ઠાકોર

૩૧. હંસરાજ ૫ન્નાલાલ માળી

૩૨. પ્રભુભાઇ ઉર્ફે ગ ભૂપતજી ઠાકોર...મૃત્યુ પામેલ

૩૩. જગદીશભાઈ રમણભાઈ પ્રજાપત્તિ

૩૪. હરેશ ઉર્ફે હર્ષદ ૨મણલાલ સોની

૩૫. રાજેશભાઈ ઉર્ફે કિશોરભાઇ ભીખાભાઈ દરજી

૩૬. અશ્વિનકુમાર કનૈયાલાલ જોષી...મૃત્યુ પામેલ

૩૭. રાજેશ ઉર્ફે રાજ નટવરલાલ પંચાલ

૩૮. પ્રવિણકુમાર હરીભાઇ મોદી

૩૯. વિક્રગભાઈ ઉર્ફે ટીરીયો મણીલાલ ઠાકોર

૪૦. અશોકભાઈ ચંદુભાઈ સોની ૪૧. જગદીશભાઈ ચીમનલાલ પટેલ

૪૨. દિનેશભાઈ કચરાભાઈ પટેલ ૪૩. શાંતીલાલ વાલજીભાઈ પટેલ

૪૪. ગીરીશભાઈ હરગોવિંદભાઇ પ્રજાપતિ

૪૫. બકુલભાઈ ઉર્ફે કાળ રમણભાઈ વ્યારા

૪૬. સંજય ઉર્ફે પિન્ટુ ચેનલવાળો કનુભાઈ વ્યાસ

૪૭. ભીખાભાઈ ઉર્ફે હિંમતભાઈ જગાભાઇ પટેલ (ઢોલરીયા)....મૃત્યુ પામેલ

૪૮. સુનિલ ઉર્ફે સુરેશ શનાભાઈ પટેલ

૪૯. રાકેશકુમાર મંગળદાસ પંચાલ

૫૦. પ્રધ્યુમન બાલભાઈ પટેલ ૫૧. અનિલકુમાર ઉર્ફે ચુંગી પ્રહલાદભાઇ પટેલ...મૃત્યુ પામેલ

પર. પ્રકાશભાઈ ઉર્ફે ૫કાભાઇ રમેશચંદ્ર ભાટીયા (કાછીયાપટેલ)

૫૩. વિજયકુમાર દશરથભાઈ ત્રિવેદી

૫૪. નિમેશ ઉર્ફે શ્યામુ બિપિનચંદ્ર પટેલ

૫૫. પંકજકુમાર મહેન્દ્રભાઇ પરીખ

૫૬. વિરભદ્રસિંહ સામંતસિંહ ગોહીલ (પોલીસ ઇન્સ્પેકટર)

૫૭. ડોકટર માયાબેન સુરેન્દ્રભાઇ કોડનાની

૫૮. ડોકટર જયદિપભાઈ અંબાલાલ પટેલ

૫૯. મુકેશ બાબુલાલ વ્યાસ

૬૦. રાકેશભાઈ ઉર્ફે વાતો કભાઈ વ્યાસ

૬૧. સંજયભાઈ રમણભાઈ મારા

૬૨. ભીખાભાઈ  ઘંટીવાળા સોમાભાઇ પટેલ...મૃત્યુ પામેલ

૬૩. મહેશકુમાર  નટવરલાલે પંચાય

૬૪ મણીલાલ મૌજી ઠાકોર

૬૫. જગદિશભાઇ ઉર્ફે જગો રીક્ષાવાળો ગુડીલાલ ચૌહાણ

૬૬. બી૨જભાઈ રમેશ પંચાલ

૬૭. ગોવિંદજી ઉર્ફે ગોવો છનાજી ઠાકોર

૬૮. રાજકુમાર ઉર્ફે કાભાઈ ત્રિકમદાસ પટેલ

૬૯. જયેશ કીયાલાલ જોષી

૭૦ વિપુલ અશ્ચિન જોષી

૭૧. વાસુદેવ માણેકલાલ પટેલ

૭૨. ભુપેન્દ્ર ઉર્ફે ગોપી પ્રહલાદભાઇ ઠાકોર

૭૩. અશોકભાઇ રમેશભાઈ પંચાલ

૭૪. પ્રમુખભાઈ ત્રિકમદાસ પટેલ..મૃત્યુ પામેલ

૭૫. અશોકભાઇ ઉર્ફે અશોક સાહેબ ગોવિંદભાઈ પટેલ

૭૬. જીતેન્દ્ર જીતુ મુખી રમણભાઇ પટેલ

૭૭, ફુલાભાઈ શંકરભાઈ વ્યાસ

૭૮. અરિવંદભાઈ ઉર્ફે કાભાઈ શાંતીલાલ પટેલ

૭૯ મુકેશ ઉર્ફે લાલો ગોહનલાલ પ્રજાપતિ

૮૦. કનુભાઈ રતિલાલ વ્યાસ

૮૧. વિપુલભાઇ નટવરભાઇ પરીખ (પટેલ)

૮૨. નિતીનકગાર વિનોદરાય દેવરૂખકર

૮૩. વિનું માવજીભાઈ કોળી (ચોહાણ)...મૃત્યુ પામેલ

૮૪. રમેશ ત્રિકમલાલ રાઠોડ

૮૫. અજય  પ્રજાપતિ

૮૬. રમેશ ઉર્ફે રમણ મગળદાસ પટેલ...મૃત્યુ પામેલ


આ કેસ માં ૭ વર્ષમાં ત્રણ જજ સમક્ષ આ કેસની ફાઇનલ દલીલો થઈ છે. આ કેસમાં સ્ટીગ ઓપરેશન કરનાર પત્રકાર આશિષ ખેતરનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૯માં સીટના તપાસ અધિકારી પી.એલ.મલની જુબની પણ લેવાઈ હતી. આ કેસમાં ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૭માં તત્કાલીન રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ નું ૪૫ મિનિટ નિવેદન લેવામાં આવ્યું હતું. આ આ ઉપરાંત ૧૮૭ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસમાં ૨૦૦૮થી ૨૦૧૨ સુધી ડે ટુ ડે કેસની ટ્રાયલ ચાલી હતી.


કેસની તવારીખ

૮ એપ્રિલ ૨૦૨૩ કેસની દલીલ તમામ પક્ષે પુરી થઈ

૧૫ એપ્રિલે ૨૦૨૩ સ્પેશિયલ કોર્ટે ચુકાદાની તારીખ જાહેર કરી

૨૦ એપ્રિલ ૨૦૨૩ ના રોજ સ્પેશિયલ કોર્ટે આપ્યો ચુકાદો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News