દેડીયાપાડા વિસ્તારમા કેટલાક તબીબો કોઇ પણ ડીગ્રી કે લાયકાત વગર ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી દર્દીઓની સારવાર કરતા હોવાનું નર્મદા પોલીસ અધિક્ષક ને ધ્યાને આવેલ હોય આવા બોગસ તબીબો સામે કાયદેસર પગલા ભરી કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
જે આધારે નાયબ પોલીસ અધીક્ષક રાજપીપલા ડીવિઝન ના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.આર. ડામોરે પોલીસ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી આવા બોગસ તબીબોની માહિતી મેળવી દેડીયાપાડા ના આરોગ્ય ખાતા સાથે સંકલન મા રહી ડોકટર જીનલકુમાર,એમ.પટેલ તથા તેમની ટીમ સાથે સંયુક્ત રીતે ડેડીયાપાડા ટાઉન માં આવા બોગસ તબીબો ના ક્લીનીકો ઉપર રેડ કરી હતી.
કોઇ પણ પ્રકારની લાયકાત કે ડીગ્રી વગર ગેરકાયદેસર દવાખાના ખોલી ગામડાઓના અભણ અને ગરીબ દર્દીઓના સ્વાસ્થ સાથે ચેડા કરી પોતાના આર્થીક ફાયદા સારૂ લોકોની જીંદગી સાથે ખેલવાડ કરતા બે તબીબો નામે (1) મિલ્ટનભાઇ દયાલ ભાઇ ઠાકુર, રહે,દેડીયાપાડા,બસ ડેપો સામે,તથા (2) નરોત્તમ ભાઇ અતુલભાઇ મંડલ રહે, હાલ દેડીયાપાડા, દશામાતાના મંદિર પાસે ને ઝડપી પાડી કૂલ કિમત રૂપીયા ૮૬,૮૪૮- નો મેડીકલ સામગ્રીનો મુદ્દામાલ કબજે કરી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ ની કલમ ૩૦ મુજબ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500