Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા : ટ્રકની બ્રેક ફેઇલ થઈ જતાં ઉંડી ખીણમાં પડતા ચાલકનું મોત

  • May 19, 2023 

નર્મદા જિલ્લાનાં જીતગઢ ગામ નજીક ટ્રક ઊંડી ખાઈમાં પડતા ચાલકનું મોત થયું હતું, જ્યારે કન્ડક્ટરને ઇજા થઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છાણીયાભાઈ કાળીયાભાઈ વસાવા (રહે.જુનારાજ, ઢોકામા ફળિયુ, તા.નાંદોદ)એ આપેલી ફરિયાદ મુજબ તેઓ ટ્રકમાં બેસીને જતા હતા. તે સમયે જીતગઢથી જુનારાજ તરફ ઢાળમાં અચાનક ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા તેઓ ચાલુ ટ્રકમાં કુદતા ઇજા થઇ છે. જ્યારે ટ્રક ઉંડી ખીણમાં પડતા ચાલક અબ્બાસખાન અકબરખાન ખોખર (રહે.દોલત બજાર, રાજપીપળા)ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. બનાવ અંગે રાજપીપળા પોલીસે ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application