Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો

  • November 30, 2020 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની ધામણ ખડી પુલ પાસે પોલીસે બાતમીના આધારે એક કાર નંબર જીજે/05/જેએમ/૦878 માં ઈંગ્લીશ દારૂનો જથ્થો બાટલીઓ નંગ-40 જેની કિંમત રૂપિયા 48000/- તેમજ એક મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 2.50 લાખના મુદ્દામાલ સાથે પ્રવીણભાઈ દયારામ ભોઈ રહે, ખાપર ગામ તા.અક્લકુવા ને ઝડપી લીધો હતો જ્યારે ગાડીનો ચાલક વિકી રવિભાઈ સીંદે રહે,ખાપર ગામનો નાસી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

આ દારૂ નો જથ્થો ક્યાં આપવાનો હતો અને ફરાર આરોપી બાબતે ની પુછપરછ માટે ડેડીયાપાડા પોલીસે પકડાયેલા આરોપી ના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application