રાજ્ય સહિત નર્મદા જિલ્લાના ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં ખેડૂતોને અનેક તાલીમો આપી પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામા આવી રહ્યા છે. જેમાં ધાન્ય પાક, શાકભાજી, ફળ, કઠોળ સહિતની ખેતી કરે અને સારી એવી આવક મેળવી પોતાની જીવન-જરૂરીયાત વસ્તુઓ પુરી થાય એના માટે સરકારશ્રી દ્વારા અઢળક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના શમશેરપુરા ગામના પ્રગતિશિલ ખેડૂતમિત્રશ્રી કેશુભાઈ લક્ષ્મણભાઈ તડવી પહેલા રાસાયણિક ખાતરનો ઉપગોગ કરી ખેતી કરતા હતા. જેનાથી તેમણે ઘણો નુકશાન જોવા મળ્યું હતુ.
આજે તેઓ ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરીને અન્યને પણ એક સુંદર ઉદાહરણરૂપ સંદેશો આપે છે. પ્રગતિશિલ ખેડૂતમિત્રશ્રી કેશુભાઈ તડવીએ જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે નર્મદા બાગાયત ખેતી વિભાગનો મહત્વનો ફાળો રહ્યો છે. જેમના થકી સરકારશ્રી દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માહિતી મળી હતી સાથે-સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે અનેક તાલીમો પણ લિધી હતી જેમના થકી આજે ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીમા આગળ વધ્યો છુ. તેઓશ્રી એ જણાવ્યુ હતુ કે, આશરે બે એકર જમીનમાં કારેલાની ખેતી મંડપ પદ્ધતી સાથે ડ્રિપનો ઉપયોગ કરુ છુ અને પોતાના ટેમ્પા દ્વારા વડોદરા ખાતે માર્કેટમાં વેચાણ કરી આદિવાસી વિસ્તારમાં ઉત્તમ ઉદાહરણ સાથે સારી કમાણી કરી રહ્યો છુ વધુમા જણાવ્યુ હતુ કે બાગાયત ખાતાના તાંત્રિક સ્ટાફ દ્વારા જિલ્લાના ખેડૂતો માટે તાલિમ/શિબિર અને પ્રેરણા પ્રવાસ વિનામુલ્યે કરાવવામાં આવે છે.
સાથે- સાથે શાકભાજીનો મંડપ કેવી રીતે બનાવવામા આવે છે એ પધ્ધતી, ડ્રીપનો ઉપયોગ, વાવેતર તથા ઉત્પાદન અંગેની તમામ જાણકારી તાલીમ દરમ્યાન આપવામાં આવતી હોય છે. જેના થકી મને પ્રાકૃતિક ખેતીમા ઘણુ જ મદદરૂપ નિવડે છે. ખેડૂતમિત્ર કેશુભાઈ તડવીએ જણાવ્યુ હતુ કે, નર્મદા જિલ્લાના ખેડૂતોને નવિતમ બાગાયતી ખેતી સાથે બાગાયત ખાતાની સહાય દ્વારા મદદ મેળવી વધુ સારી ખેતી કરી સારી એવી આવક મેળતા થયા છે. અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પુરી પાડતા હોય છે. તે બદલ સરકાર અને નર્મદા બાગાયત ખેતી વિભાગનો આભાર માનુ છુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500