Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૩૧.૪૦ મિ.મિ.વરસાદ નોંધાયો

  • July 26, 2024 

નર્મદા જિલ્લામાં તા.૨૬મી જુલાઇ, ૨૦૨૪ને શુક્રવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડિયાપાડા તાલુકામાં ૬ મિ.મિ. સાગબારા તાલુકામાં ૨ મિ. મિ. ગરૂડેશ્વર તાલુકામાં ૪ મિ.મિ. નાંદોદ તાલુકામાં ૧ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં ૯ મિ.મિ. વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ મી.મી. વરસાદ નોંધાયો છે.


જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકામાં ૬૬૬ મિ.મિ. દેડિયાપાડા તાલુકામાં ૬૨૧ મિ.મિ. તિલકવાડા તાલુકામાં ૭૨૦ મિ.મિ. ગરુડેશ્વર તાલુકામાં ૪૪૦ મિ.મિ. નાંદોદ તાલુકો ૭૧૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૩૧.૪૦ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૨૦.૦૦ મીટર, કરજણ ડેમ ૧૦૨.૬૦ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૦.૯૦ મીટર અને ચોપડવાવ ડેમ ૧૭૯.૪૦ મીટરની સપાટી, રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application