નર્મદા જિલ્લામાં ૭૭મા સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ વર્ષે ૧૫મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની સ્થિત જુની સરકારી હાઈસ્કૂલના મેદાન ખાતે યોજાશે. નર્મદા જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટનો કાર્યક્રમ સુચારૂ અને આયોજનબદ્ધ રીતે ઉજવાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયા દ્વારા તમામ વિભાગના અધિકારીઓને સોંપાયેલી જવાબદારી જોવા, કાર્યક્રમની વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે બાબતે જરૂરી ચર્ચાઓ કરી હતી.
૧૫મી ઓગષ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ પરેડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવાના થાય છે, ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના આ પર્વને નર્મદા જિલ્લાના નાગરિકો પણ ઉલ્લાસભેર ઉજવે અને રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બને તેવા પ્રયાસો કરવા સૌને અપીલ કરી હતી. જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે આયોજન અને વ્યવસ્થાનાં સુચારૂ સંચાલન, જિલ્લામાં આવનારા મહેમાનો, પોલીસ બંદોબસ્ત, સરકારી કચેરીઓ ખાતે રોશની કરવા જેવી તમામ કામગીરીની અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500