Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે નર્મદા ડેમની સપાટી હવે 12 મીટર દૂર

  • July 17, 2023 

ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે આ પાણી હવે સરદાર સરોવરમાં આવી રહયું છે. સરદાર સરોવરમાં હાલ 36,792 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીનો આવરો વધી જતાં ડેમની સપાટી દર કલાકે બેથી ત્રણ સેમીનો વધારો થઇ રહ્યો છે. જોકે ગતરોજ સરદાર સરોવર ડેમની સપાટી 126 મીટર નોંધાઇ હતી. નર્મદા ડેમ ખાતે 121.92 મીટરની સપાટી બાદ ગેટ લગાવવામાં આવ્યાં છે. ગેટ લાગી ગયા બાદ નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચી છે. જો દરવાજા ન હોત તો નર્મદા ડેમ ઓવરફલો થઇ ચુકયો હોત. રિવરબેડ પાવર હાઉસમાંથી નદીમાં જાવક 13,773 ક્યૂસેક થઇ રહી છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી કેનાલમાં જાવક 5,031 ક્યુસેક આમ ટોટલ પાણીની જાવક 18,804 ક્યૂસેક થઇ રહી છે. જયારે છેલ્લા 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 65 સે.મી.નો વધારો થઇ રહ્યો છે. સામાન્યત: દર વર્ષે 15 ઓગષ્ટ પહેલાં ડેમ છલોછલ ભરાઇ જતો હોય છે. ત્યારબાદ ડેમનાં દરવાજા ખોલવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application