‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ નાંદોદ તાલુકાનાં નવા રાજુવાડિયા ગામ ખાતે નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ.ધારીખેડા દ્વારા આયોજિત શેરડીની ઓર્ગેનિક ખેતી પદ્ધતિ વિષય પર શિબિરમાં પોતાની પ્રેરિક ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે મંત્રી વિશ્વકર્માએ પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર આપતા જણાવ્યું કે, જ્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ ભારતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લો પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેઓશ્રીએ ઉમેર્યુ કે, દેશમાં શેરડીનું પણ મોટા પાયે ઉત્પાદન થાય છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ સુગરની પ્રાકૃતિક (ઓર્ગેનિક) કૃષિ થકી સુગરની સલ્ફરલેસ ખાંડ, દેશી ગોળ, ચા નો ગોળ જેવા વસ્તુઓનું પ્રદર્શની નિહાળીને તેનું વધુમાં વધુ ઉત્પાદન સહિત વેચાણ અંગે માર્ગદર્શિત કર્યા હતા.
મંત્રીએ ખેડૂતમિત્રો સાથે કુશળ સંવાદ સાધતા વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. જ્યાં ખેડૂત મિત્રોએ પોતાના પ્રશ્નોને મંત્રી સમક્ષ પ્રસ્તૂત કર્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ ત્વરિત ધોરણે ખેડૂતોના પ્રત્યેક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ તકે મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશલી ખેડૂતશ્રી સતીષભાઈ પટેલના ખેતરની મુલાકાત ઉપરાંત નાંદોદ તાલુકાના ટીમ્બી ધારીખેડા સુગર ફેકટરીની મુલાકાત લીધી હતી. શેરડીની ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અંગે આયોજિત શિબિરમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, દૂધધારા ડેરીનાં ચેરમેનશ્રી અને ધારીખેડા સુગર ફેક્ટરીનાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તથા સુગર ફેક્ટરીનાં મેનેજિંગ ડાયરેક્ટર નરેશભાઈ પટેલ, શબ્દશરણ તડવી સહિત તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વાસાવા, ઓર્ગેનિક સલાહકાર ડો.એમ.બી.બાગવાન, ગામના પ્રતિનિધિશ્રીઓ સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500