નર્મદા જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કામગીરી હાથ ધરતા દારૂના ગુનામાં ભાગેડુ બે આરોપીઓને પોલીસે પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ નર્મદા એલસીબી પોલીસે દારૂના ગુનામાં વોન્ટેડ બે ગોદામ ચેક પોસ્ટ પાસેથી એક આરોપીઓ પૈકી તિલકવાડાના દારૂના ગુનામાં નાસતા ભાગતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. જેની પૂછતાછમાં તેણે તેનું નામ અસલમ ઔરંગઝેબ મકરાણી હોવાનું જણાવ્યું હતું. વધુમાં અસલમ ઔરંગઝેબ મકરાણી સામે વડોદરાના સાવલી પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે. જે દારૂના ગુનામાં આરોપી છ મહિનાથી ફરાર હતો.
બીજા ગુનામાં આરોપી મનીષ ઉર્ફે ભુરીયા અશોકભાઈ વસાવાને નર્મદા એલસીબી પોલીસે ડેડીયાપાડા ખાતેથી બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. તેની સામે ડેડીયાપાડા પોલીસ મથકમાં દારૂના બે ગુના તેમજ અમલેથા પોલીસ મથકમાં દારૂનો એક ગુનો તથા રાજપીપળા પોલીસ મથકમાં એક દારૂનો ગુનો નોંધાયો છે. આ આરોપી જે છેલ્લા એક વર્ષથી ભાગતો હતો. તેને નર્મદા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે રાજપીપળા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. આમ નર્મદા પોલિસે ફરાર બે આરોપીને ઝડપી પડ્યા હતા અને જે તે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application