નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અઘિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના રોજગાર કચેરી દ્વારા ધોરણ ૯થી ૧૨ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન મળે તે હેતુથી ગરુડેશ્વર તાલુકાની ઉચ્ચતર માધ્યમીક હાઇસ્કુલ અને મહારાજા વિશ્વનાથ એન્ડ નવદુર્ગા હાઇસ્કુલ ખાતે નર્મદા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કેરિયર કાઉન્સીલર સુશ્રી કૃષિકા વસાવાએ અને ધો.૯થી ૧૨નાં વિદ્યાર્થીઓ સાથે કારકિર્દી બાબતે ધો.૧૨ પછીનું અભ્યાસ, UPSC &GPSC, સ્પર્ધાત્મક પરીક્ષાઓ કઈ રીતે આપવી અને તૈયારી કઈ રીતે કરવી?
NCRT અને GCRTના પુસ્તકોનું સ્પર્ધાત્મક પરિક્ષામાં કેટલું મહત્વ છે. રોજગાર કચેરી દ્વારા મળતી માહિતી, આઇ.ટી.આઇ.માં ચાલતા કોર્ષ અને આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓના જીવનમાં ધ્યેય નક્કી કરવો જરૂરી છે કે નહી, રોજગારી કઈ રીતે મેળવવી, અનુબંધમ પોર્ટલ, રોજગાર કચેરીમાં નામ નોધણી કરવી, જેવી અલગ અલગ બાબતો આવરી લઇ ઉદાહરણ સાથે કેરિયરને લાગતું વિસ્તૃતપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં ગરુડેશ્વર તાલુકા અને ગામ ખડગદાના હાઇસ્કૂલ શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500