માહિતી વિભાગ, નર્મદા : નર્મદા જિલ્લા આપત્તી વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા દેડિયાપાડા અને સાગબારા તાલુકાના વન વિસ્તારના ગામોમાં જઈને દિવાળીના તહેવાર સમયે સાવચેતી અને આગજની જેવી ઘટના સમયે પ્રાથમિકતાના ધોરણે કેવાં પગલાં લેવા તે અંગે લોકજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.
દેડિયાપાડા તાલુકામાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ લોકજાગૃતિ ઝૂંબેશના ભાગરૂપે જિલ્લા આપત્તી વ્યવસ્થાપન અને સ્થાનિક અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં સામોટ, પાટવલી અને ડુમખલ સહિતના ગામલોકોને ફાયર પ્રિવેન્શન અને બેઝિક ફાયર ફાયટીંગની તાલીમ આપવામાં આવી રહી છે. સ્થાનિક આગેવાનો અને સરપંચઓના સયગોથી યોજાયેલી આ તાલીમમાં ગામ લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા અને આકસ્મિક આગ લાગવાની ઘટના સમયે રાખવાની સાવચેતી અને આગને કાબુમાં લેવા અંગે પોતાની આસ-પાસમાં રહેલી વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે બાબતથી અવગત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application