આદિવાસી વિસ્તારને ફરી અલગ ભિલીસ્તાન કરવાની માગ ઉઠાવવામાં આવી છે. આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય આ મામલે અભિયાન છેડશે.ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા રાજસ્થાન એમપી મહારાષ્ટ્રાના આદિવાસી નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. આગામી દિવસોમાં બેઠક કરી અલગ ભિલીસ્તાનનું અભિયાન શરુ કરશે. આદિવાસી સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ ચૈતર વસાવા દ્વારા લગાવવામાં આવ્યો છે.
નર્મદા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ રાજ્યની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું ભીલીસ્તાન અમારો હક છે,અમે અલગ ભીલીસ્તાન બનાવીશું,અમારી આદિવાસી સંસ્કૃતિ પર અતિક્રમણ, ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી આગેવાનોને જોડાવવા અપીલ કરી હતી.
ચૈતર વસાવાએ કહી આ વાત
અંબાજીથી ઉમરગામ સુધીનો નર્મદા સહિતનો સમગ્ર આદિવાસી વિસ્તાર અનુસૂચિત વિસ્તારમાં છે અને ભીલીસ્તાનને અલગ રાજ્ય મળવું જોઈએ કારણ કે,જળ વન જમીન પર તમામ આદિવાસીઓનો પ્રથમ અધિકાર છે પછી તે કેવડિયા ગામ હોય કે જંગલ વિસ્તાર. તેમ તેમણે કહ્યું હતું. આ સાથે તેઓ આગામી સમયમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસી આગેવાનો સાથે પણ તેઓ ચર્ચા કરશે તેઓ આગમી સમયમાં પડોશી રાજ્યોના આદિવાસીઓને પણ જોડશે.
અગાઉ પણ બીટીપી દ્વારા કરાઈ હતી માગ
BTP અને BTS દ્વારા પણ અગાઉ અલગ ભિલીસ્તાનની માગ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને આ આદિવાસી વિસ્તારને અલગ ભીલીસ્તાન રાજ્ય તરીકે જાહેર કરવાની ઉગ્ર માંગ અગાઉ પણ થતી આવી છે ત્યારે, કોઈપણ સરકાર આદિવાસીઓના કલ્યાણ માટે કામ કરતી નથી તેથી અલગ ભીલીસ્તાનની માંગણી કરી આક્ષેપ પણ અગાઉ લગાવવામાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર આ મામલે ફરી એકવાર ભીલ વિસ્તાર માટે માગ કરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500