Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકે મોટરસાઈકલને ટક્કર મારતાં મહિલાનું મોત

  • February 20, 2021 

ડેડીયાપાડા મોવી સ્ટેટ હાઇવે રોડ પર પુરપાટ જઈ રહેલી ટ્રકે આગળ ચાલતી મોટરસાઈકલને  ટક્કર મારતા દંપતીને પાડી દેતા પત્નીને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

 

 

 

ડેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ગામના ભગત ફળીયામાં રહેતા જયેશભાઇ રતનભાઇ વસાવાની ફરિયાદણા આધારે, જયેશભાઈ તેમની પત્ની સાથે મોટરસાઈકલ નંબર GJ/22/M/6760 પર જતાં હતાં. તે સમયે ફૈસલ વાહેદ ખાન (રહે.ખુલ્લાબાદ,ઓરંગાબાદ,મહારાષ્ટ્ર) એ પોતાના પાસેની ટ્રક નંબર MH/20/4218 પુરઝડપે હંકારી લાવી દેડીયાપાડા મોવી સ્ટેટ હાઇવે રોડ ઉપર ઘાટોલી ગામની સીમમાં પાંજરી ઘાટ જંગલના વળાંક પાસે રોડ ઉપર મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી તેમની, પત્ની રેખાબેન જયેશભાઇ વસાવા (ઉ.વ.૩૦) ને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી તથા માથાના ભાગે ટ્રકનુ ટાયર ચડાવી દેતા તેમનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application