નર્મદાનાં ડેડીયાપાડા અને તિલકવાડા તાલુકામાં બે યુવકોએ ઝેરી દવા પી જતા બંનેનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડેડીયાપાડા તાલુકાનાં મોસ્કુટ ગામની સીમમાં આવેલા ખેતરમાં માનસીંગભાઇ ફતેસીંગભાઇ વસાવા (રહે.વડપાડા (મોસ્ફુટ) તા.દેડીયાપાડા) પોતાના કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે દેડીયાપાડા સરકારી દવાખાને લવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું, જ્યારે બીજા બનાવમાં 27 વર્ષીય સંજયભાઈ અરવિંદભાઇ તડવી (રહે.ભાવપુરા બુંજેઠા, તા.તિલકવાડા, જી.નર્મદા)એ પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેમની પત્ની જોસના બેન સંજયભાઇ તડવી 108માં તિલકવાડા દવાખાનામાં લાવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application