Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરસાદના કારણે રસ્તો ધોવાય જતા ગ્રામજનોએ જાતે રસ્તાની મરમ્મત કરી

  • October 10, 2021 

નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના ચિનકુવા, ચાપટ જેવા કેટલાય ગામો છે કે જ્યાં ગામમાં જવાનો મુખ્ય માર્ગ આજદીન સુધી બન્યો નથી. ગ્રામજનોની રજૂઆતને પગલે ગ્રામપંચાયતો કાચો મનરેગાના કામ હેઠળ સરખો કરી આપે છે પણ ચોમાસુ જાય એટલે જે સે થે જેવી હાલત થઇ જાય છે. ચિનકુવા અને ચાપટ બંને માર્ગો બિસ્માર થતા ખાડા પડી ગયા છે. વરસાદમાં ધોવાણ થતા ગ્રામજનોએ નવા રસ્તાની માંગ કરી છે. જયારે ગરુડેશ્વર તાલુકાના ચિનકુવા ગામ સુધી જવા માટે 4 કિમિનો ઉંચો ડુંગર ચઢાવો પઢે જોકે રસ્તો તો બન્યો છે અને જો વ્યવસ્થિત કરવામાં આવે તો ગ્રામજનોની અવાર-જવર ચાલુ થાય પરંતુ તંત્ર રોડ બનાવવા કામ ન થતા ગ્રામજનો જાતે મરમ્મત કરતા થયા છે. ખાડા પુરાણ કરી પાણી ભરાયા હોય તેનું પુરાણ કરીને હાલ જાતે કામ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application