Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકે મોટરસાઈકલને ટક્કર મારતાં દપંતિનું ઘટના સ્થળે મોત

  • February 23, 2021 

ડેડિયાપાડા તાલુકાનાં કણબીપીઠા ગામ પાસે ટ્રકએ મોટરસાઈકલને પાછળથી ટક્કર મારતાં મોટરસાઈકલ પર સવાર દંપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દેડિયાપાડા તાલુકાનાં પાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા મનેશભાઈ રમેશભાઈ વસવાની ફરિયાદના આધારે, તેમના મોટા ભાઈ ગણેશભાઈ રમેશભાઈ વસાવા અને તેમના ભાભી એમશાબેન ગણેશભાઈ વસવા તેમની મોટરસાઈકલ નંબર જીજે/22/એન/6802 લઈ જોડવાણ ગામે મરણ પ્રસંગમાં ગયા હતા અને પ્રસંગ પતાવી પરત ફરતી વખતે માંચ ચોકડી પાસેથી પસાર થતા હતા તે સમયે એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાની કબ્જાની ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટર સાઈકલને પાછળના ભાગેથી ટક્કર મારતા મોટર સાઈકલ પર સવાર દંપતી રોડ પર પટકાયા બંને ને શરીરેના ભાગે ગંભીર ઈજા પહોચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડેડિયાપાડા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application