અધિક પોલીસ મહાનિર્દેશક એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરીટી ગુજરાત રાજય અમદાવાદ નાઓના દ્વારા એ.ટી.એસ.ના ચાર્ટર મુજબનાં ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડવાની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ જીલ્લાના એન.ડી.પી.એસ. ના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પરીણામલક્ષી કામગીરી અનુસંધાને ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં 2021માં એન.ડી.પી.એસ એક્ટ મુજબ નોંધાયેલ ગુના હોવા છતાં નાસતો ફરતો હતો.
ભરૂચના નેત્રંગ તાલુકાના ઘાંણીખુટના પશુપતિનાથ મહાદેવના મંદિરે રહેતા અને મૂળ ધરમપુર વલસાડના અશોકભાઇ ઉર્ફે અશોક મહારાજ રમેશભાઇ પટેલ પોતાની અટકાયત ટાળવા સારૂ એક બીજા સ્થળે સ્થળાંતર કરી નાસતો ફરતો આરોપીને પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટ એસ.ઓ.જી. નર્મદાની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફનાં પોલીસ માણસો ધ્વારા ટેકનીકલ સર્વેલન્સની મદદ તથા ખાનગી બાતમીદારથી માહિતી મેળવી સદરહું આરોપીને તેના મૂળ રહેઠાણ વલસાડ જિલ્લાના ધરમપુરના કાંગવી ગામેથી ઝડપી પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application