Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાંદોદનાં ધારીખેડા ગામનાં મહિલા રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાઈ

  • November 26, 2021 

નર્મદાનાં નાંદોદ તાલુકાના ધારીખેડા ગામનાં સેજાના રેવન્યુ તલાટી વર્ગ-3ને ગામના એક જાગૃત નાગરિકે પોતાના માતાજી મરણ ગયેલ હોય તેમ જમીનના 7/12 તથા 8-અ માંથી તેઓનું નામ કમી કરી આપવાના અવેજ પેટે આ મહિલા તલાટીએ પ્રથમ 1000ની માંગણી કરેલ જે લાંચના રૂપિયા ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.






જોકે ફરિયાદનાં આધારે, રાજપીપલા એસીબી અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કરતા આ તલાટી નિમિષા રાવતનો ફરિયાદીએ કોન્ટેકટ કરતા રાજપીપલા મામલતદાર કચેરી ખાતે હોવાનું જણાવી ફરિયાદી પાસેથી 1000ની લાંચની માંગણી પ્રમાણે રોકડ રકમ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયા મહિલા તલાટીને ઝડપી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ હવે આગળનું તાપસ વડોદરાના મદદનીશ નિયામક કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application