ગુજરાત એસટી નિગમ વર્ષોથી ખોટમાં જતી હોવાની બુમો સંભળાઈ હોય ત્યારે તેનું મુખ્ય કારણ કદાચ અમુક સ્ટાફની લાલીયાવાડી હોય શકે જેમાં અમુક રૂટના ડ્રાઈવર કે કંડકટર પોતાની ફરજમાં બેદરકારી કરતા હોવાનું પણ જોવા મળે છે.
જેમાં રાજપીપળા વડોદરા રૂટ પર ફરતી અમુક એસટી બસોમાં વડોદરાથી આવતા અખબારના બંડલ માટે જેતે પ્રેસ માંથી તેનો માસિક પાસ કાઢવો ફરજીયાત હોવા છતાં જો આ બંડલ લેવા રાજપીપળા એસટી ડેપો ઉપર કોઈ માણસ હાજર ન હોય તો તે બસના ડ્રાઈવર કે કંડકટર પાસ હોવા છતાં પોતાની ફરજ ભૂલી એ બંડલ બસ માંજ ફેંકી રાખતા હોવાની વાત સામે આવી છે. તો શું લીગલી પાસ કઢાવ્યો હોવા છતાં આ બાબત સ્ટાફની જવાબદારીમાં આવતી નથી, તો માસિક પાસ કઢાવવાનો મતલબ શુ, માટે ડેપો મેનેજર આ બાબતે પોતાના સ્ટાફને પોતની ફરજના કલાસ આપી યોગ્ય પગલાં લે એ જરૂરી છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application