નર્મદાના ગરૂડેશ્વર-તિલકવાડા તાલુકાઓના ગામોના ખેડુતોને સીંચાઇ માટેની નર્મદા જળાશય યોજનાના તરફથી અન્ડર ગ્રાઉંડ પાણીની પાઈપલાઈન હાલ નાખવામાં આવી રહી છે. જે કામગીરી હાલ ચાલતી હોય ધાવડી, ખડગદા, ગભાણા તથા વવીયાલા તથા બીજા અન્ય ગામોની સીમમા આવેલ પાઇપ લાઇનની એરવાલ તથા ટીવાલનો સામાન મળી કુલ રૂપિયા 57,500/-ની ચોરી કરી હતી જેથી નિગમના કર્મચારી રાજેંદ્રકુમાર ભાનુ તડવીએ પોલીસમાં કરતા ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને શંકા જતા ઉભો રાખી ચેકીંગ કરતા ટેમ્પા માંથી લોખંડના એરવાલ તથા ટીવાલ ભરેલ હાલતમાં મળી આવતાં આ ટેમ્પાને ઝડપી વાહનનાં ચાલક ઝડપી પૂછપરછ કરતા નસવાડીનો રોહીત સર્વેશપંડીત મિશ્રાને ઝડપી ટેમ્પા માંથી 42 હજારના એરવાલ મળી આવ્યા હતા. આમ, પોલીસે પાઇપ લાઇનની એરવાલ તથા ટી વાલનો સમાન અને ટેમ્પો મળી કુલ રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલાકની પુછપરછ કરતા એકતેશ્વર ગામના મહેંદ્ર તડવીએ મદદ કરી હોય પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application