રાજપીપળા એસ.ટી. ટેપોમાં એસટી વિભાગમાં ફરજ બજાવતા મહિલા કંડકટર ખિસ્સા કાતરુનો ભોગ બનતા બનાવ અંગે પોલીસને ફરિયાદ કરાઈ હતી. બનાવની વિગત એવી છે કે, રાજપીપળાના રજપુતફળીયામાં રહેતા ઉષાબેન સરદારસિંહ ખાંટ જે ગત તા.10મી ડિસેમ્બરનાં રોજ રાજપીપલા એસ.ટી. ડેપો ખાતે ફરજ બજાવતા હતા ત્યારે મહિલા કંડક્ટર ઉષાબેને સ્વેટરના ખીસ્સામાં રોકડ રૂપિયા 9,795/- હતા. જોકે કોઈ આજાણ્યો શખ્સએ તેમની નજીક આવીને મહીલા કંડકટરના સ્વેટરના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ચોરી કરી ભાગી ગયો હતો. ત્યારબાદ સ્વેટરનાં ખિસ્સામાં તપાસ કરતા એક પણ રૂપિયા નહોતા આ અંગેની તમામ જગ્યાએ તપાસ કરી પરંતુ રૂપિયા મળ્યા ન હતા. બનાવ અંગે રાજપીપલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ના માધ્યમથી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application