નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યની બોર્ડર પર આવેલો જિલ્લો હોય મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ગુસાડવાની કોશિશ ના કરે એ અન્ય દમણ સેલવસાસ જેવા પ્રદેશમાંથી પણ નર્મદા જિલ્લામાં દારૂના લાવી શકે એ માટે પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાને મળેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. નર્મદાનાઓને બાતમી મળેલ કે, એક રાખોડી કલરની મહીન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ફોર વ્હીલ ગાડીમાં ચોર ખાનામાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ સંતાડી સેલવાસથી રાજપીપલાના હરેશ કાણીયો ધર્મશંકર ભટ્ટ નાઓએ ઇગ્લીશ દારૂ મંગાવેલ છે.
જે બાતમીનાં આધારે પોલીસ રાજપીપલા ટાઉન વિસ્તારની હરસિધ્ધી માતાજીના મંદિર પાસે નાકાબંધીમાં હતા. તે દરમિયાન બાતમીવાળી બોલેરો પીકઅપ આવતા તેને રોકવાનો ઇશારો કરતા રોકેલ નહી અને ભાગવા લાગેલ હતા જોકે પોલીસે બોલેરો પીકઅપનો પીછો કરી સંતોષ ચાર રસ્તા પાસે ઝડપી પાડી બોલેરો પીકઅપ ચાલક ધોલારામ ભગીરથરામ બિસનોઇ (રહે.રતનપુરા ગામ તા.ચિત્તલવાના જી.જાલોર) નાની પુછપરછ કરતાં તેમજ બોલેરો પીકઅપની ઝડતી તપાસ કરતાં ચોરખાનુ મળી આવ્યું હતું.
જોકે આ ચોર ખાનામાં ઇગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની નાની-મોટી મળી કુલ 196 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 50 હતી. આમ, પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ, રોકડ રકમ તથા બોલેરો પીકઅપ મળી રૂપિયા 3,56,400/-ના મુદ્દામાલ સાથે બોલેરો પીકઅપ ચાલકને ઝડપી તથા પ્રોહી મુદ્દામાલ મંગાવનાર હરેશ કાણીયો ધર્મશંકર ભટ્ટ (રહે.રાજપીપલા) તથા મોકલનાર હનુમાનરામ અર્જુનરામ નઇ નાને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી આમલેથા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500