Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમતા 5 ઈસમો ઝડપાતા પોલીસ કાર્યવાહી કરાઈ

  • August 08, 2022 

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં વિશાલખાડી ગામના ગેસ્ટ હાઉસની ઓફિસ પાછળ જુગાર બાબતે એલ.સી.બી. પોલીસે રેડ કરી મુદ્દામાલ સાથે 5 ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી મુજબ, જિલ્લા એલ.સી.બી.ને મળેલી બાતમીનાં આધારે વિસાલખાડી ગેસ્ટ હાઉસ ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાં દિલીપભાઇ એળકીયાભાઇ વસાવા, છત્રસીંગ જગભાઇ વસાવા, અરવિંદભાઇ જેરામભાઇ વસાવા, વિપુલભાઇ રામસીંગભાઇ વસાવા તેમજ સંદિપભાઇ ગોપાલભાઇ વસાવાની ધરપકડ કરી હતી.




જોકે પોલીસે રેડ દરમિયાન રોકડા રૂપિયા 15,050/- તથા દાવ ઉપરના રૂપિયા 2,200/- મળી જુગારના રોકડા કુલ રૂપિયા 17,250/- તથા મોબાઇલ અને મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 91,250/-નાં મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application