સરકાર દ્વારા નાગરિકોને પ્રાથમિક સેકેન્ડરી અને ગંભીર બિમારી સામે નિઃશુલ્ક સારવાર મળી રહે અને સુરક્ષિત જીવન જીવી શકે તેવા શુભ આશયથી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. જે અંતર્ગત રૂ.૧૦ લાખનું આરોગ્ય વિમા કવચ પુરુ પાડવામાં આવે છે. ત્યારે પાત્રતા ઘરાવતા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ઘારકોના લાભાર્થીને સરળતાથી “આયુષ્માન કાર્ડ” બની શકે તે માટે ગુજરાત સરકાર દ્રારા મોબાઇલ એપ્લીકેશન દ્વારા ઘરે બેઠા જાતે જ પોતાનું “આયુષ્માન કાર્ડ” કાઢી શકે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપલા શહેરી વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં આજે તા.૦૫/૧૧/૨૦૨૩, રવિવારના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક દરમિયાન મહાઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશ અંતર્ગત સમગ્ર જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામે ગામ ફરીને લોકોને આયુષ્યમાન કાર્ડ અંગે સમજ આપી કાર્ડ કાઢી આપવાની કામગીરી હાથ ધરી હતી. આ ખાસ ઝુંબેશને જિલ્લાના નાગરિકો તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ તેમની ટીમ સાથે વિવિધ બુથ પર સ્થળ મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નગરપાલિકા વિસ્તારના વોર્ડમાં-પોલીયો બુથ વિસ્તારમાં ખાસ ઝુંબેશ રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ નં-૧ લાલટાવર બુથ સરકીટહાઉસ, ટીમ નં-૨ લાઇબ્રેરી (દરબાર રોડ) લાઇબ્રેરી, ટીમ નં-૩ આરબ ટેકરા પ્રાઇવેટ ઘર (અબ્દુલભાઇ હમીદ બલુચી), ટીમ નં-૪ ચોર્યાસીની વાડી કુમારશાળા નં-૩, ટીમ નં-૫ રીમાન્ડ હોમ, ટીમ નં-૬ રજપુત ફળીયા-રજપુત વાડી, ટીમ નં-૭ વિઠ્ઠલનાથજીનું મંદિર, ટીમ નં-૮ કાછીયાવાડ-નાગરીક બેંકની બાજુમાં, ટીમ નં-૧૦ કસ્બાવાડ-પ્રાઇવેટ ઘર (ઇસ્માઇલભાઇ મનસુરી), ટીમ નં-૧૧ હરસિધ્ધિમાતા મંદિર-સરસ્વતી શાળા, ટીમ નં-૧૨ સબજેલ, ટીમ નં-૧૩ નવાફળીયા-ગણેશચોક ખાતે, ટીમ નં-૧૪ લિમડાચોક-ભાથીજી મંદિર ખાતે, ટીમ નં-૧૫ વિશ્વકર્મા મંદિર, ટીમ નં-૧૬ વડીયા પેલેસ કાલીયાભૂત મહાદેવ મંદિર, ટીમ નં-૧૭ રાજેન્દ્રનગર સાસાયટીના મહાદેવ મંદિર, ટીમ નં-૧૮ ટેકરા ફળીયા આંગણવાડી-૩ ખાતે આ PMJAY કાર્ડ મહાઝુંબેશમાં ઉપસ્થિત રહી કામગીરી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500