Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા અને વડોદરાને જોડતાં શોર્ટકટ પોઇચા બ્રીજને સમારકામ માટે નિર્ણય લેવાતા રોષ

  • February 16, 2021 

નર્મદા નદી ઉપર આવેલા પોઈચા બ્રીજ વડોદરા અને નર્મદા જીલ્લા ને જોડતો એક મહત્વ પુર્ણ માર્ગ છે, નર્મદા જીલ્લાની પ્રજાનો વડોદરા સાથેનો ધંધાકીય અને સામાજીક સંબંધો જોડાયેલાં છે અને નાના-મોટા વેપારીઓ અને નોકરીયાતો માટે આ બ્રીજ જીવાદોરી સમાન છે. આ બ્રીજ બન્યા બાદ વારંવાર પોતાના નબળા બાંધકામને કારણે અગવડો આવતી રહી છે.

 

 

 

અગાઉ પણ 2014માં બે માસ કરતાં વધુ સમય માટે આ બ્રીજ સમારકામ માટે બંધ કરવામા આવેલો હતો, ત્યારબાદ સમયાંતરે સર્વિસ કે રીપેરીંગના કારણોસર ભારદારી વાહનો માટે કે આશિંક રીતે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.

 

 

 

ત્યારે વધુ એકવાર પોઈચા બ્રીજને તા.7/11/2020ને આવેલા ભુકંપને કારણે થયેલા સેટલમેન્ટના નુકશાનને રીપેર કરવાને નામે એક માસ માટે સંપુર્ણ રીતે બંધ કરવાની ફરજ પડતાં વડોદરા સાથે ધંધા વેપાર સાથે વધુ સઘન સારવાર માટે વડોદરાની હોસ્પીટલોના ચક્કર કાપતા દર્દીઓ અને ઈમરજન્સી સારવાર માટે વડોદરાની એસ.એસ.જી અને અન્ય હોસ્પીટલો ઉપર આધાર રાખતાં દર્દીઓ કફોડી હાલતમા મુકાઈ જશે તે નક્કી છે. તેથી વહીવટી તંત્ર મેડીકલ ઈમરજન્સી અને માનવ જીવનને બચાવવા માટે ગ્રીન-ચેનલ ચાલુ રાખી એમ્બ્યુલન્સને આવવા જવાની મંજુરી આપે એ જરુરી છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application