Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાનમાં સંતાડી રાખેલ દારૂની 1008 બોટલો સાથે એક ઝડપાયો

  • November 04, 2021 

ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે, ખોખરાઉમર ગામે રહેતા ખુમાનસિંગ જેઠા વસાવાએ પોતાના ખેતરે પાકા મકાનની બાજુમા આવેલ ખેતરના શેઢા ઉપર ડાંગરના પરાળના ઢગલામાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જે બાતમી આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ખેતરના શેઢામાં રાખેલ ડાંગરના પરાળના ઢગલામાં પ્રોહી. મુદ્દામાલ અંગે તપાસ કરતા ડાંગરના પરાળના ઢગલાના નીચેના ભાગેથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના ખાકી કલરના પુઠાવાળી પેટીઓ નંગ 21 મળી આવેલ હતી જેમાં દારૂની કુલ બાટલીઓ 1008 મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,00,800/- હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application