રાજપીપળા પોલીસ મહાનિર્દેશક CID ક્રાઈમ અને રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા સ્પે.ડ્રાઈવનું આયોજન કરેલું હતું. જે અનુસંધાને નર્મદા પોલીસ અધિક્ષકએ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઈસમોને પકડી પાડવા પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપી હતી.
જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર તથા SOG સ્ટાફનાં માણસોએ બાતમી આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં ઉમેરવા દેસાઈ ફળીયા ખાતે રહેતા મનહર પરષોત્તમ પટેલના ઘરમાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ એટલે કે સુકો ગાંજો મળી આવ્યો હતો. જેમાં રૂપિયા 26,740/-ની કિંમતનો 2 કિલો 674 ગ્રામ ગાંજો તથા મોબાઈલ એમ કુલ મળી રૂપિયા 7,27,240/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ મુદામાલ આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી આમલેથા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application