ડેડીયાપાડા તાલુકાનાં રાલદા ગામનાં વળાંકમાં બે ટ્રકો સામસામે ધડાકાભેર અથડાતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે ને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ડેડીયાપાડા તાલુકાનાં રાલદા ગામનાં વળાંકમાં સવારે મકાઈ ભરેલી એક ટ્રક અને ખાતરની ગુણો ભરેલી ટ્રક રાલદા ગામના વળાંકમાં સામસામે અથડાતા લોકટોળા એકઠા થયા બાદ 108ને જાણ કરતા ત્રણ ઇજાગ્રસ્તો પૈકી નરેન્દ્ર મંજુભાઈ સિંગ, યશવંત દુષ્યંતભાઈ ડાલબે અને અબ્દુલ રઝાકભાઈ મલેકને ઇજાઓ થતા ડેડીયાપાડા સરકારી દવાખાને દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ટ્રક ચાલાક અબ્દુલ રઝાક મલેક(ઉં.31)નું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application