નર્મદા જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ સેલંબા ગામની સીમમાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એકને ઝડપી પાડી રૂપિયા 21 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લા એસ.ઓ.જી પોલીસ માણસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સેલંબા ગામની સીમમાંથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મેગેઝીન સાથે ગુમાન વિક્રમ બારેલા (રહે.ચાપરિયાપાણી, તા.વરલા, જિ.બળવા, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી હતી તેમજ પિસ્તોલ તથા રોકડ રૂપિયા મળી 21 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે સાગબારા પોલીસ મથકે આમ્સ્ર એક્ટ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો તેમજ આરોપીનો કબ્જો મેળવી સાગબાર પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application