Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બીપીએલના દાખલા માટે રૂપિયાની લાંચ લેતા એક ઝડપાયો

  • December 29, 2021 

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બીપીએલ કાર્ડ ધરાવતા માણસોને બીપીએલ દાખલો વિનામૂલ્યે આપવાનો હોય છે પરંતુ આ દાખલો કાઢી આપવા બદલ રૂપિયા 10 થી રૂપિયા 100 સુધીની લાંચની રકમ લેવામાં આવે છે અને જો લાંચની રકમ ના આપે તો માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે એવી ફરિયાદ જાગૃત નાગરિક તરફથી નર્મદા એસીબી પીઆઈને કરવામાં આવી હતી.જોકે ફરિયાદના આધારે, એસીબીની ટીમે ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા સહકાર આપનાર ડીકોયરનો સંપર્ક કરી તાલુકા પંચાયતની કચેરી નાંદોદ-રાજપીપલા ખાતે લાંચના ડીકોઈ છટકાનું આયોજન કરતા આ કોમ્પ્યૂટર ઓપરેટર (કરાર આધારીત) ડી.આર.ડી.એ. શાખાના પ્રવીણ શનાભાઈ તલાર ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-1ની હાજરીમાં બી.પી.એલ. દાખલો કાઢી આપી અવેજ પેટે લાંચની રકમ રૂપિયા 10ની માંગણી કરી સ્વીકારતા પકડાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે કર્મચારીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application