Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી રૂપિયા 1.76 લાખનો વિદેશી દારૂ પકડાયો, કાર ચાલક ફરાર

  • August 08, 2022 

સાગબારા પોલીસે ચોપડવાવ ડેમ નજીકનાં અંતરિયાળ રસ્તા પરથી દારૂની ખેપ મારતી કાર ઝડપી પાડી હતી. જોકે પોલીસે પીછો કરતાં બુટલેગર કાર મુકી ફરાર થઇ ગયો હોવાથી તેને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાગબારા પોલીસને બાતમી મળી કે એક કારમાં વિદેશી દારૂ ભરી ભરૂચ તરફ લઇ જવામાં આવી રહયો છે.




જે બાતમીનાં આધારે પોલીસે બાતમીનાં આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન અમિયાર ગામ નજીક આવેલ ચોપડવાવ ડેમના અંતરિયાળ રસ્તા પર એક કાર નજરે પડી હતી. જોકે પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર ઉભી રાખવાના બદલે પુરઝડપે હંકારી મુકી હતી. જયારે પોલીસે પીછો કરતાં થોડે દુર બુટલેગર કાર મુકી ફરાર થઇ ગયો હતો.




ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની કુલ 636 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 1.73 લાખ હતી. આમ, પોલીસે કાર તથા દારૂ મળી કુલ રૂપિયા 4.06 નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News