Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરા સાથે દુષ્કર્મ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર યુવક સામે ગુનો દાખલ

  • December 15, 2021 

નર્મદાનાં ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી પીપળી ખેતર ફળીયામાં રહેતા પરિમલ સુરેશ તડવી નજીકના ગામની સગીર કન્યા સાથે તેની મરજી વિરુધ્ધ અવાર-નવાર તેના ઘરે ખેચી લઈ જઈ આબરૂ લેવાનો પ્રયત્ન કરેલ હતો. જયારે ગત તા.13 નવેમ્બરના આશરે સાડા નવેક વાગ્યે ઝરવાણી ગામનાં પીપળી ખેતર ફળીયામાં ભાથીજીના મંદીર પાસેથી સગીર કન્યાને જબરજસ્તી નજીકમાં આવેલ કપાસના વાવેતરવાળા ખેતરમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું અને આ વાતની  જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. જોકે દુષ્કર્મ કર્યાની વાત સગીરાએ તેની માતાને કરતા માતાએ ગરૂડેશ્વર પોલીસ મથકમાં પરિમલ તડવી વિરુદ્ધ બળાત્કાર ફરિયાદ નોંધાવી પોલીસે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કત્યાવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application