નર્મદા જીલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં બોગસ પ્રેક્ટિસ કરતા જોલછાપ તબીબોની હાટડીઓ ચાલે છે તેમના વિરુદ્ધ વર્ષોથી ગુના દાખલ થાય છે છતાં યેનકેન પ્રકારે તેઓ બહાર આવી ફરી હાટડીઓ શરૂ કરતાં હોય છે. ત્યારે હાલ રાજપીપળા કોર્ટની બાજુમાં જ દવાખાનું ચલાવતા એક તબીબ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર, નર્મદા જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણભાઇ પ્રેમચંદ્રભાઇ પટેલ (રહે.રાજપીપળા કરજણ કોલોની )ની ફરિયાદ મુજબ રાજપીપળા કોર્ટને અડીને આવેલી પબ્લિક હોસ્પિટલમાં દવાખાનું ચલાવતા ભાવેશભાઇ લાલજીભાઇ કુકડીયા(પટેલ)એ ગુજરાત મેડીકલ કાઉન્સીલ અમદાવાદના રજીસ્ટ્રેશન નં-G38276 નુ બનાવટી અને ખોટુ સર્ટીફિકેટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી પબ્લીક હોસ્પિટલ ખાતે પોતાનું દવાખાનું ડો.વનરાજસિંહ સોલંકી સાથે મળી દવાખાનું ચલાવી ગુજરાત મેડીકલ કાઉન્સીલનું એલોપેથીક મેડીકલ પ્રેકટીશ કરવા અંગેનો પ્રમાણપત્ર ન રાખી એલોપેથીકની મેડીકલ પ્રેકટીશ કરી લોકોની જીદંગી અને શારીરીક સલામતી જોખમમાં મુકાય એવુ બેદરકારી ભરેલ કૃત્ય કરી એક બીજાએ ગુન્હો કરતા ગુજરાત મેડીકલ પ્રેકટીશ્નર એકટ સહિતની કલમો સાથે વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application